નવી દિલ્હી: નિર્ભયાના દોષિતો કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા સતત ટાળવાની કોશિશ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ફાંસીની સજા મામલે તત્કાળ સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નક્કી કરી છે. હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની અપીલ પર સુનાવણી 6 મહિનાની અંદર શરૂ થશે. નવી વ્યવસ્થા મુજબ જો હાઈકોર્ટ ફાંસીની સજાની પુષ્ટિ કરે અને સુપ્રીમ કોર્ટ તેની અપીલ સુનાવણી માટે મંજૂર કરે તો 6 મહિનાની અંદર મામલાને 3 જજોની પેનલમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે, પછી ભલે અપીલ તૈયાર હોય કે નહીં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ અંગે ફાંસીની સજા સંભળાવનારી કોર્ટને તેની સૂચના આપશે અને 60 દિવસની અંદર કેસ સંબંધિત તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવશે અથવા તો જે સમય કોર્ટ નક્કી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો, આજે રાતના 11.59 વાગ્યા સુધીમાં જમા કરવા પડશે આટલા કરોડ 


સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબને જોડીને જોઈ શકાય છે. દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિતોની ફાંસીની સજા પર 13 માર્ચ 2014ના રોજ મહોર લગાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અપીલ પર સુનાવણી અને ચુકાદો આવવામાં લગભગ 5 વર્ષ લાગ્યાં હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...